......................................................................................................................
અરવલ્લી કે અરાવલી અને એવા બીજા અનેક નામ સાથે જોડાયેલ આ શબ્દ અને એની સંસ્કૃતિ. તેમાંય આ વિસ્તારનો ખાસ તહેવાર હોળી. સમગ્ર દેશ અને દુનિયામાં આદિવાસી સંસ્કૃતિ અને તેમના હોળીના તહેવારને વિશેષ રીતે જોવામાં આવે છે. કલાકારો, કસબીઓ અને અનેકો માટે હોળીનું પર્વ અદભૂત બની રહ્યું હોય છે.
વૈશ્વિક અને રાષ્ટ્રીય ચેનલો આ વિસ્તારના તહેવારનું વિશેષ કવરેજ કરતાં હોય છે. અરવલ્લીની ગોદમાં રહેતા આદિવાસી સમાજમાં કહેવાય છે કે ' રામાયણ અને મહાભારત ' પહેલાંની આ અરવલ્લીની ગિરિમાળાઓ હોવાની વાતો છે. આ અંગે અનેક વિધ લોકકથાઓ સંભાળવા મળે છે. જીઓલોજીકલ સર્વે મુજબ અરવલ્લીની ગિરિમાળાઓ વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળાઓ પૈકીની એક છે. તે સૌથી જૂની ગિરિમાળાઓ હોવાનું અનુમાન છે. આ વિસ્તારમાં દરેક ઋતુનો સીધો અનુભવ આપણને થાય છે. કપરી કહી શકાય એવી ડુંગરાળ ભૂમિ. અહીના જંગલમાં જીવન જીવવુ કપરું છે. અહી રહેવું એટલે એક અદભૂત સ્અથળે ને કુદરતની વચ્ચે રહેવા બરાબર છે. આ એક લાહવો છે. કુદરતના આશીર્વાદથી સજ્જ વીરમપુર. અહીં સુધી સૌએ જોયેલું છે. ત્યાંથી ગાંજી તરફ આગળ વધતાં ઉપલાઘોડા ગામ આવે. સરકાર શ્રી દ્વારા છેલ્લા બે દાયકામાં થયેલ કામ અહીં જોઈ શકાય છે. અંતરિયાળ એવા ગામો સુધી રોડ અને અન્ય સુવિધાઓ છે. આસપાસના ચૌદ ડુંગર વચ્ચે વિકસી રહ્યું છે અરણ્ય ધામ.

No comments:
Post a Comment