દેશ વિદેશમાં રહેતા દાતાઓ અને સહયોગીઓ દ્વારા અહીં છાત્રાલય અને બાળકોની વ્યવસ્થા જળવાઈ શકે એવી સ્થાનિક વ્યવસ્થા મુજબ કામ લોક સહકારથી કામ શરૂ થયું. અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ડુંગરાઓ વચ્ચે જે સંકુલ તૈયાર થયું એનું નામ અરણ્ય ધામ. જંગલમાં આવેલ પવિત્ર સ્થળ એટલે અરણ્ય ધામ. જ્યાં કોઈ પણ બાળક આવીને પ્રવેશ મેળવી શકે. અહીં રહેવા, જમવા અને અન્ય સુવિધાઓ માટે કોઈ ખર્ચ લેવામાં આવતો નથી. વિવિધ વય જૂથના બાળકો અહીં અભ્યાસ કરે છે. એમના શિક્ષણ, મહાવારા અને એમના માટેનું ધ્યાન રાખનાર સ્વયમ શિક્ષકો અહીં સેવા આપી રહ્યા છે.
આ સંકુલમાં જંગલને નુકશાન થાય એવું કશું જ આપ જોઈ શકશો નહીં. સો બાળકો માટેની તમામ વ્યવસ્થા છતાં અહીં અરણ્ય ધામમાં સૂર્ય શક્તિથી ઊર્જા ઉત્પન્ન થાય છે અને એનો જ ઉપયોગ અરણ્ય ધામમાં થઈ રહ્યો છે. આદિવાસી સમાજના આગેવાનો, શિક્ષિત વ્યક્તિઓ, ગુજરાત, ભારત કે અન્ય દેશના દાતાઓનો સતત સહકાર મળી રહ્યો છે. એમનામાં રહેલી કલાઓ બહાર લાવવા અને તેમની કલાઓને બચાવવાનું અને આગળ ધપાવવાનું કામ અરણ્ય ધામ દ્વારા કરવામાં આવે છે.
અહીં અભ્યાસ કરતાં બાળકો ગુરુકુળ પરંપરા પ્રમાણે શ્રમ, સ્વાશ્રય અને સહયોગ સાથે સદભાવ રાખી સંકુલમાં ખેતી કરી સાથે શિક્ષણ મેળવે છે. કોઈ મધ એકઠું કરી આવક મેળવે. કોઈ ગૂગળ એકઠું કરે. સફાઈ, રસોઈ કામ અને અન્ય સંસ્થાકીય કામ બાળકોની ટુકડી દ્વારા જ કરવામાં આવે. શિક્ષણ ઉપરાંત એમના જીવન અને જીવંત કૌશલ્યો માટે કેળવવા અને આ કલાકારોને પ્રસ્થાપિત કરવાનું કામ અહીં થઈ રહ્યું છે. વર્ષ: 2008 થી ગમતી નિશાળના હેતુઓ સાથે શરૂ થયેલ બાલકેન્દ્રી અભિગમ થકી, વર્ષ 2012 થી આ વિસ્તારના બાળકો, યુવાનો અને મહિલાઓ માટે ગમતી નિશાળ આ વિસ્તારમાં કાર્યરત હતી.લોકોના સહકારથી અહીં શરૂઆતમાં કાચું અને હવે એક સંકુલ દેખાય એવું સ્થાનિક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. સંગીત,ચિત્ર,ઔષધો,કુદરતી પેદાશો અને સાથો સાથ ધર્મ અને સદભાવ તરફનો પ્રેમ કેળવાય એવા પ્રયત્નો થકી અહીં તદ્દન સેવાનું કામ થઈ રહ્યું છે..jpeg)

No comments:
Post a Comment