કલાકારો અને સંશોધકો માટે કાર્યરત ઋચાર્મી ઈનોવેશન ના એડવાઈજર તરીકે કાર્ય કરે છે. તેઓ બે વખત રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય સન્માન મેળવી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન આયોજીત ક્રિએટિવ કાર્યશાળામાં ચાર વર્ષ સુધી એક્સપર્ટ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા. આ તાલુકો ટ્રાયબલ વિસ્તારનો તાલુકો છે. ત્યાંના આદિવાસી સમાજના ગોર મહારાજ તરીકે ઓળખ ધરાવનાર આ ડૉ . ભાવેશ પંડ્યા ઉત્તમ વાર્તા સર્જક, કેળવણીકાર, વક્તા અને વાર્તાકાર છે. રેડિયો પાલનપુર ઉપર તેઓની જીવતી વાર્તા સંભાળનાર ચાલીસ હજાર કરતાં વધારે શ્રોતાઓ નોંધાયા છે.
શિક્ષણ, ગ્રાસ રૂટ ઇનીવેશન સાથે જોડાઈને અનેક રાષ્ટ્રીય નવ સર્જકોને શોધવામાં સફળ થનાર ડૉ . ભાવેશ પંડ્યા શિક્ષણ માટે સમર્પિત વ્યક્તિત્વ અને આગવી ઓળખ અને વિચાર ધરાવનાર વ્યક્તિ આ સંકુલનું સંચાલન કરી રહ્યા છે. એમની સાથે ગમતી નિશાળ જૂથના ચેરમેન ડૉ. જીગર જોષી ઉપરાંત આ વિસ્તારના સ્થાનિક આગેવાનો અને શિક્ષિત વ્યક્તિઓના સહકાર અને માર્ગદર્શન થકી આ સંકુલનું સંચાલન થઈ રહ્યું છે.અરણ્ય ધામ માટે જ્યાં જેટલી જરૂર પડી છે. ત્યાં અમને એટલો સહકાર મળી ગયો છે. મારા ભાઈ જેવા ભેરુ ડૉ. જીગર જોશી આ સંકુલના વિકાસ માટે અને કરકસરયુક્ત વહીવટ થાય એવા પ્રયત્નો સાથે સતત કામ કરી રહ્યા છે. આ સાથે તપોભૂમિ અને અરણ્ય ધામ ના સંચાલન માટે સ્થાનિક અગ્રણીઓ અને યુવાનોની કાર્ય સમિતિની રચના કરવામાં આવેલ છે. અરણ્ય ધામ અત્યારે આ વિસ્તારમાં આત્મનિર્ભર ધામ તરીકેની ઓળખ મેળવી લોકસેવાના કર્યો કરે છે.
.jpg)

No comments:
Post a Comment