Monday, September 16, 2024

ગમતા ગણપતિ

 ગમતી નિશાળ અને અરણ્ય ધામ. 
આ વખતે પણ બંને સંકુલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી. ગમતી નિશાળના સહયોગી કુ. રોશની જોશી ધ્વારા ' ગમતા ગણેશજી' નામ આપવામાં આવ્યું. આ નાગે પ્રિન્ટ મીડિયામાં અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં નોધ લેવાયેલ છે. ગમતી નિશાળ પરિવારના સર્વે સભ્યો, વાલીઓ, બાળકો અને સ્થાનિકો ધ્વારા ગમતી નિશાળના ગમતા ગણેશજીની આરતીમાં હાજર રહ્યા ટે બદલ સંચાલક મંડળ વતી હું સર્વેનો અભાર માનું છું.



અરણ્ય ધામના મેનેજર શ્રી કેશાજી પરમાર 










રઘુ રમકડું અને કમલેશ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા 


ગમતી નિશાળના વાલીઓ પણ જોડાયા 



.
ગણેશજીનો વિડીયો જોવા માટે ક્લિક કરો.





યુથ હોસ્ટેલ અને વન વિભાગ દ્વારા અરણ્યધામમાં સહયોગ

ઔષધીય રોપાઓનું રોપણના કાર્યથકી ગુરુ પૂર્ણિમાની ઉજવણી.




સહકાર થકી  વિકાસ...


યુથ હોસ્ટેલ સમગ્ર દેશમાં પરિવાર સાથે જોડાયેલ એનજીઓ તરીકે દેશ અને દુનિયામાં વિશ્વાસપાત્ર સ્થાન ધરાવે છે. આંતરિયાળ વિસ્તારના લોકો માટે રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક કક્ષાએ અનેક વિધ સેવાકાર્યો સાથે ભવિષ્યને સમૃદ્ધ બનાવવા માટે સેવારત છે. ટ્રાયબલ વિસ્તારમાં આવેલ વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ માટે કાર્યરત અરણ્ય ધામ ખાતે  યૂથ હોસ્ટેલ પાલનપુર,ગુજરાત મલ્ટી ટ્રેડ અને વન વિભાગ ગુજરાત સરકારદ્વારા અરણ્યધામ ઉપલાઘોડા ખાતે બે દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિર અંતર્ગત પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણનો કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. યૂથ હોસ્ટેલ પ્રોગ્રામ ડાયરેક્ટર નરેન્દ્ર કોલવાડિયા, પ્રિન્સેસ પાલનપુરના ચેરમેન આનંદભાઈ ગંગવાલ સાથે સેક્રેટરી સુરેશભાઈ ખડાલિયા, ઉપપ્રમુખ મુકેશભાઈ બાલાણિ, મહેશભાઈ શાહ રોટરી ક્લબના શૈલેષભાઈ ગૌસ્વામી અને અમરતભાઈ ઉપરાંત લાયન્સ ક્લબમાંથી જય પટેલ,પવનભાઈ મોદી, પ્રવીણભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ આયોજનમાં સુરેશભાઈ મેણાત દ્વારા ભોજનની વ્યવસ્થા પૂરી પાડી બાળકો સહિત સર્વેના ભોજન માટે દાન આપ્યું હતું.


પર્યાવરણ જાગૃતિ માટે યોજાયેલ આ શિબિરમાં પ્રથમ દિવસે સ્વાગત,પરિચય, પર્યાવરણ સંવાદ તથા સાંજે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પાલનપુરના સંગીતકાર મહેશભાઈ સોલંકી, અને લાખણીના કલાકાર અને પ્રસિદ્ધ ગાયક  રાજેશભાઈ દ્વારા પહાડો વચ્ચે રાગ પહાળીના ગીતોની ધૂમ મચાવી હતી. અરણ્ય ધામના બાળકો,યુથ હોસ્ટેલ પરિવાર અને સ્થાનિક સંચાલક મંડળના સભ્યો સાથે કુદરતી વાતાવરણમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

રાત્રી નિવાસ પછી સંકુલના કેમ્પસમાં ગુરુપૂર્ણિમાના પાવન દિવસે એકસો એકાવન ઔષધીય અને ફળાઉ વૃક્ષ અને રોપાનું રોપણ કરવામાં આવ્યું. યૂથ હોસ્ટેલ દ્વારા બાળકો પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે માટેની રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા સમજ આપવામાં આવી હતી.  બે દિવસીય નિવાસી શિબિરનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થાપન  સંચાલન વૃક્ષ પ્રેમી નરેશભાઈ ખોલવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. અરણ્ય ધામ સંકુલના મેનેજર કેશાજી પરમાર દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


યુથ હોસ્ટેલ ધ્વારા આદિવાસી  બાળકો માટેના નિઃશુલ્ક છાત્રાલયમાં શિબિરનું સમાપન


અરણ્ય ધામનું સૌન્દર્ય જોવા માટે ક્લિક કરો.


દાન આપવા માટે નીચેના કોડ ને સ્કેન કરો.

આપણું દાન 80G અને 12 AA આધારે કરમાં રાહત પાત્ર છે. 




Friday, June 21, 2024

અરણ્ય ધામ જ કેમ?

એક એવું સંકુલ જ્યાં ખરેખર જરૂરીયાત ધરાવતા બાળકો આવે છે. એક એવું સંકુલ જ્યાં રહેનાર દરેક બાળક જો અહીં ન રહે તો રોજ એક થી ત્રણ કિલોમીટર ડુંગર ખેડીને આવવું પડે. આમ છતાં અહીં બાળકો નિયમિત રીતે ભણી શકે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં નિવાસ થાકી અભ્યાસ કરતાં બાળકો માટે કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી.અહીં રહેનાર દરેક બાળકો માટે એક આગવું અને અલાયદું વૃક્ષ છે. બાળકો રોજે રોજ આ ઝાડ ને કેળવવામાં મથામણ કરે છે. કોનું ઝાડ તંદુરસ્ત છે એ ચકાસવાના અનેક મુદ્દાઓ છે. અહીં રહેનાર બાળક પોતાની જરૂરીયાતનું બધું કામ જાતે કરે છે. આદિવાસી કુમારો જે અહીં અભ્યાસ કરે છે, એમની સંખ્યા સો કરતાં વધારે છે. તપોભૂમિ ખાતે સમાજની દીકરીઓ માટે આ જ રીતની વ્યવસ્થા છે. અને એટલે જ આ સંકુલ આ વિસ્તારમાં આગવી ઓળખ ધરાવવા સક્ષમ બન્યું છે. 

અહી બંને સંકુલમાં રહેતાં વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં સફળતા મળી છે. જંગલના કાયદાઓને લીધે અહીં સોલાર પ્લેટથી વીજળીની વ્યવસ્થા કરવામાં આવી છે. આસપાસના લોકોને પણ આ મુજબની વ્યવસ્થા કરવા માટે તૈયાર કરવામાં સફળતા મળી છે. અત્યારે આવા ચાલીસ જેટલા પરિવારો સોલાર વીજળીનો ઉપયોગ કરે છે. હમણાં થોડા  દિવસ પહેલા જ ખાટી સીતરા ખાતે વીજળીના થાંભલા ઉભા કરવા માટે સરકારે ખાસ પ્રયત્નો કરી આજે અહીં વીજળીની વ્યવસ્થા કરી છે. આદિવાસી સમાજના બાળકો આવતાં હોઈ અહીં દેશી રમતો રમાડવામાં આવે છે. ઓગસ્ટ:૨૦૨૪ થી અહીં અર્ચરી ટ્રેનીગ સેન્ટર ઉભું કરવા જી રહ્યા છીએ. અહીં શારીરિક રીતે સક્ષમ બને એ માટે ટ્રેકિંગ વે, કસરત માટેની થોડીક વ્યવસ્થા પણ ઉભી કરવામાં સફળતા મળી છે. આશા રાખીએ કે આર્ચરી ક્લબ શરુ કર્યા પછી થોડાક જ વર્ષમાં અમારા બાળકો નેશનલ ગેમ્સ માટે પસંદ થશે. આ માટે અમે ધીરજ પૂર્વક આગળ વધી રહ્યા છીએ.


આપ પણ સહયોગ કરી શકો...



ગમતી નિશાળમાં સહયોગ એટલે... 

  • સંકલિત શિક્ષણ ને સહયોગ...
  • દિવ્યાંગ બાળકોને સીધો લાભ ...
  • આદિવાસી સમાજ સાથેનું જોડાણ ...
  • બાળકોને શિક્ષણ માટે સુવિધાનો સંકલ્પ...
  • આસપાસ કરતાં તદ્દન નોખી-અનોખી વ્યવસ્થા...
  • સેવા, સદભાવ અને સમર્પણ માટેની અનોખી નિશાળ..
  • સમગ્ર ગુજરાતમાં આગવી અઓલ્ખ ધરાવતું નવતર સંકુલ...
  • આદિવાસી સમાજના બાળકો માટે આશીર્વાદ સમાન સંકુલ...  
  • એક ડગલું આગળના સિદ્ધાંત સાથે સર્વાંગી વિકાસ માટેનું આયોજન...


અરણ્ય ધામ: રામાભાઈ માણસા

 


ઉપલા ઘોડા.અત્યાર સુધી આદિવાસી વિસ્તારમાં છુટા છવાયા આયોજન કરતાં હતા. જ્યારે કોઈ આયોજન કરવું હોય ત્યારે સ્થળની ખૂબ મોટી ફિકર રહેતી હતી.ઢોલ મહોત્સવ અમે કરતાં હતા પરંતુ એને માટે માહોલ સર્જન કરી શકાય એવું સ્થળ કોઈ અમારી પાસે ન હતું. ક્આયારેક કોઈ ગામના મેદાનમાં તો ક્યારેક પંચાયત ઘર કે શાળામાં ઢોલ મહોત્સવ કરતાં હતા. વખતે અમારી જોડે અરણ્ય ધામ તૈયાર હતું. આ કારણે ભવ્ય આયોજન કરવામાં ખૂબ જ સરળતા રહી. આ આયોજનમાં અનેક આગેવાનો, મુખી અને પોલીસ પટેલ હાજર રહ્યાં હતા. એ પૈકીના કેટલાક આગેવાનો અને સહયોગીઓએ એમના અભિપ્રાય આપ્યા હતા. 

રામાભાઈ માણસા 
પૂર્વ સરપંચ અને સમાજના અગ્રણી 

 અહીના રહેવાસી અને આગેવાન એટલે રામાભાઈ માણસા. અરણ્આય ધામમાં ઢોલ મહોત્સવ:૨૦૨૪મા તેઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એમના જણાવ્યા અનુસાર આ  વિસ્તારમાં કેટલાક લે ભાગુ લોકો અગાઉ આવી ગયા. સામાજિક, આર્થિક અને અન્ય પ્રકારે  શોષણ અને સમાજને ન શોભે એવા કામ કરતા હોવાનું સામે આવ્યું. એની સામે છેલ્લા એક દાયકાથી અમારા સમાજના બાળકો માટે ડૉ.ભાવેશ પંડ્યા અમારી સાથે જોડાઈને કામ કરે છે. 

એમને અમે શિક્ષણ અને સમાજના વિકાસ માટે સહયોગ આપી રહ્યા છીએ. અમારા સમાજના તમામ આગેવાનો આજે અહીં ઉપસ્થિત રહ્યા છે. અરણ્ય ધામના વિકાસ માટે અમે કાયમી સહયોગ કરતાં રહીશું.

સમાજના પોલીસ પટેલ 
આદિવાસી સમાજના અગ્રણીઓ 

આદિવાસી સમાજની એક ખાસિયત છે. નાના મોટા દરેક કામ માટે સ્થાનિક પોલીસ પટેલનું મહત્વ ખૂબ જ છે. આગેવાનોના જણાવ્યા મુજબ એમના  બાળકો અહીં આવે, રહે અને ભણે એ માટે અરણ્ય ધામ ખૂબ કામ કરે છે. વ્આયક્જેતિગત અને ડુંગરે ડુંગરે લોક સંપર્ક કરી આ માટે બાળકોને સમજાવવામાં આવે છે. અમારા વિસ્તારના લોકોને જંગલમાંથી લવાતી વસ્તુના પૂરા પૈસા મળે છે. બાળકોને ભણવા માટે અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોને રહેવા, જમવા, રમવા અને શિક્ષણ મેળવવા માટે અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.  ધો મહોત્આસવમાં આસપાસના બધા જ પટેલને બોલાવવામાં અને તેમનું સન્વોમાન કરવામાં આવે છે.  ગાંજીના પટેલ કહે છે કે, ' અમારા ઢોલ વગાડવાના રીવાઝ માટે આટલો મોટો કાર્યક્રમ થયો.' વાત વધારતા એમણે જણાવ્યું કે અમે ડોકટર સાહેબ (ડૉ. ભાવેશ પંડ્યા) અને ભાઈ ( ડૉ. જીગર જોષી) એમ બંનેને   ઓળખીએ છીએ. અમારા બાળકો વધારેમાં વધારે સંખ્યામાં અહીં આવશે અને ભણશે એ માટે અમે સહમતી આપીએ છીએ. અહીં બાળકો એક થી બાર ધોરણના રહી શકે એવી વ્યવસ્થા છે. સંકુલમાં લગભગ સાહીઠ જેટલા બંકબેડ ની જરૂરીયાત છે. એ પૈકી ત્રીસ જેટલા બંકબેડનું દાન સ્થાનિક આગેવાનો ધ્વારા કરવામાં આવ્યું છે. બાકીના આર્થિક સહયોગ માટે અમે પ્રયત્ન કરીએ છીએ.


Friday, May 10, 2024

અરણ્ય ધામને સહયોગ


 આ સંકુલમાં ગત વર્ષે ત્રીસ બાળકો અભ્યાસ કરતાં હતાં. એમના નિવાસ અને ભીજનની જવાબદારી અરણ્ય ધામ ધ્વારા નિભાવવામાં આવે છે. અત્યારે અરણ્ય ધામમાં બસો જેટલા બાળકો રહેવા આવશે એવો એક અંદાજ છે. આ માટે જરૂરી છે એમના માટે બેડની વ્યવસ્થા. હોસ્ટેલમાં બંક બેડ એક માત્ર વિકલ્પ છે. અહીં ત્રણ માળના લગભગ ત્રીસથી ચાલીસ બેડની જરૂર છે. આ પ્રકારનો એક બેડ બનાવવામાં લગભગ 24700 રૂપિયાનો ખર્ચ થાય છે.

ચોક્કસ માપ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ રોકાઈ શકે એ માટે અહીં સ્થળ ઉપર જ આ બેડ બનાવવા જરૂરી છે. આમ ન કરવાથી ખર્ચ વધે અને બાળકો ઓછા સમાવી શકાય. આ કારણે સ્થાનિક આગેવાનો અને કારીગરોની મદદ્દથી આ કામ પૂરું કરવા વિચારી રહ્યા છીએ. આ માટે એક જ દાતા દાન આપે એ સંજોગોમાં આ બંક બેડ માટે  લગભગ નવ થી દસ લાખ રૂપિયાનો ખર્ચ થાય. ચોવીસ હજાર સાતસો રૂપિયામાં છ બાય ત્રણની જગ્યામાં ત્રણ બાળકો માટે વ્યવસ્થા થઇ શકે.આ માટે તૈયાર નકશાને આધારે નીચે મુજબના માપ તૈયાર કરી શકાય.

બાજુમાં આ બંક બેડનો નકશો આપેલ છે. ત્રણ બાળકો માટેની આ વ્યવસ્થા માટે ઉપરના ચિત્રને આધારે બેડની નીચે જ બાળકો માટે લોકર હોય તે અંગે વિચારેલ છે. આ માટેનો ખર્ચ અલગ અલગ છે.

આ ખર્ચને લહોંચી વળવા માટે અને દાતાઓ સાથે આ નાગે વ્યવહાર કરવામાં અમે એક નાની અમથી યોજના તૈયાર કરી છે. આ યોજના અંતર્ગત ઓછામાં ઓછા એક બંક બેડના દાન સાથે માત્ર એક બાળક માટેની વ્યવસ્થા માટે પણ દાનની વ્યવસ્થા કરવા કટિબદ્ધ છીએ. 

એક દાતા એમણે અનુકૂળ રકમનો સહયોગ અરણ્ય ધામ ને કરી શકે છે. આ દાનનો ઉપયોગ માત્ર બંક બેડ બનાવવા માટે જ વાપરવામાં આવશે. અરણ્ય ધામ છાત્રાલય માં જમવા માટે થાળી, વાટકી કે એવી બસો બાળકો માટેની પ્રાથમિક વ્યવસ્થા તૈયાર છે. અત્યારે બંક બેડ અને થાળીઓ મુકવા માટે સ્ટેન્ડનું આયોજન પ્રારંભિક રીતે અગ્રતામાં છે.

સહયોગ માટે:


ચાલીસ બંક બેડ માટે: 988000    
દસ બંક બેડ માટે:  247000 
એક બેડની વ્યવસ્થા માટે:  24700
ત્રણ બેડના બંક બેડ માટે: 8234


(અહીં આપેલ દાન  અને 12 હેઠળ દાનની રકમ કરમુક્ત છે.) 









Thursday, May 9, 2024

અરણ્ય ધામમાં ઉચ્ચ શિક્ષણ

અરણ્ય ધામમાં બાળકો રહું શકે એવી વ્યવસ્થા છે. લગભગ બસો બાળકો અહીં રહી શકે એવી વ્યસ્થા છે. ઢોલ મહોત્સવ: ૨૦૨૪ ના આયોજનમાં આસપાસથી લોકો એકઠા થયા હતા. સૌની સાથે વ્યક્તિગત મુલાકાત થઇ શકે એ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. મહેમાનો અને સ્થાનીકો અહીં  આવ્યા હતા, અમે દરેકની મુલાકાત લીધી. સાથે પરિવાર પણ જોડાયેલ હતો. આ તબક્કે એક વાત સામે આવી.

આ વિસ્તારમાં ધોએરણ અગિયાર અને બારની વ્યસ્થા નથી. આ વાત એકદમ સાચી અને સરળતાથી સમજી શકાય એવી છે.

ડુંગર ચડવા ઉતારવાનો સમય બચાવી શકાય એ માટે અરણ્ય ધામ ધ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ એક થી પાંચ માટે અહીં વ્યવસ્થા છે. ધોરણ છથી આઠ માટે આસપાસમાં ત્રણ શાળાઓ છે. અરણ્ય ધામના બાળકો અહીં અભ્યાસ કરે છે. પરંતુ ધોરણ અગિયાર અને બાર ભણવા માટે અહીં નજીકમાં કોઈ વ્યવસ્થા નથી. આ માટે સ્થાનિક આગેવાન શ્રી રામાભાઈ માણસા ધ્વારા ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થા અંગે વાત કરી.

અરણ્ય ધામના શૈક્ષણિક વિકાસ માટે કાર્યરત અને જવાબદારી નિભાવનાર ડૉ.જીગર જોષી એ જણાવ્યું હતું કે આજના આ સમારોહમાં અમે આવતાં વર્ષે જૂન મહીનાતી ધોરણ અગિયાર અને બારની વ્યવસ્થા કરીશું, આ અંગે વધુ વિગત આપતા એમણે જણાવ્યું કે  વર્ષ:૨૦૨૫ થી ઉચ્ચતર માધ્યમિક નિવાસી શાળા શરૂ કરવામાં આવશે. જ્આયાં આર્ટસ અને કોમર્સ વિદ્યાશાખાની વ્યવસ્થા હશે. આ  સંકુલમાં અભ્યાસ કરનાર કોઈ વિદ્યાર્થિની અભ્યાસ ફી કે હોસ્ટેલ ફી લેવામાં આવશે નહિ.

અરણ્ય ધામના સંચાલક તરીકે એમણે આ વિગત જણાવતાં સૌએ આ જાહેરાતને આવકારી હતી.  ડૉ.જીગર જોશીએ આ અંગે સ્એથાનીકોએ સહકાર આપવાની વાત કરતાં જ ગામના લોકોનો એમણે આભાર માન્યો હતો.

Wednesday, May 8, 2024

અરણ્સ્થાય ધામને સ્થાનિકોનો સહયોગ


 ઢોલ મહોત્સવનું  આયોજન કર્યું. આસપાસના વિવિધ ગામના આગેવાનો હાજર રહે તો જ સમાજના લોકો આવે. આ વિસ્તારના પોલીસ પટેલ, મુખી, સરપંચો અને સામાજિક અને રાજકીય આગેવાનોને વ્યક્તિગત નિમંત્રણ આપ્યા.

આ આગેવાનો અને સમાજના મોભીઓ દ્વારા સહકાર પ્રાપ્ત થયો ત્યારે જ ત્રણ હજાર જેટલી સંખ્યા અહીં ઉપસ્થિત રહી હતી. આસપાસના ગામના તમામ લોકોને અહીં ભોજન પ્રસાદની વ્યવસ્થા હતી. આગેવાનો,યુવાનો,મહિલાઓ અને બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં  હાજર રહ્યા અને પ્રસાદનો લાભ લીધો હતો. આ સમગ્ર આયોજનમાં દરેક ગામમાં થી આવેલ યુવાનો અને આગેવાનોએ ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે રસોઈની વ્યવસ્થા સંભાળી હતી. 

                            

                                    

                                     મંડપ, રસોયા, સાઉન્ડ સિસ્ટમ અને આવી અન્ય સુવિધાઓ જેવી કે પાણીનું ટેન્કર અને ભોજન પ્રસાદની વિતરણ વ્યવસ્થા. સ્થાનિક ગ્રામજનોએ આ જવાબદારી સારી રીતે નિભાવી હતી. આર્થિક દાન,શ્રમદાન અને સમય દાન થકી અરણ્ય ધામ નો પ્રસંગ સમગ્ર આદિવાસી સમાજ નો પ્રસંગ બન્યો. 

અરણ્ય ધામનું સંકુલ તૈયાર થયું. સમાજના આગેવાનો હાજર હતા. મહિલાઓ,યુવાનો અને આસપાસની દીકરીઓ હાજર હતી. આ પૈકી એક દીકરીને હાથે અરણ્ય ધામ સંકુલનું  ઉદઘાટન કરવામાં આવ્યું. જય શ્રી રામના નારા સાથે આ સંકુલનું ઉદઘાટન થયું. આ આયોજનમાં લગભગ હજારો સ્થાનિક લોકો જોડાયા અને સ્થાનિક વિસ્તારના આ સેવા કાર્યમાં સહયોગ આપવાની ખાતરી આપી.

 

ગમતા ગણપતિ

 ગમતી નિશાળ અને અરણ્ય ધામ.  આ વખતે પણ બંને સંકુલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી. ગમતી નિશાળના સહયોગી કુ. રોશની જોશી ધ્વારા ' ગમતા ગણેશજ...