ઉપલા ઘોડા.અત્યાર સુધી આદિવાસી વિસ્તારમાં છુટા છવાયા આયોજન કરતાં હતા. જ્યારે કોઈ આયોજન કરવું હોય ત્યારે સ્થળની ખૂબ મોટી ફિકર રહેતી હતી.ઢોલ મહોત્સવ અમે કરતાં હતા પરંતુ એને માટે માહોલ સર્જન કરી શકાય એવું સ્થળ કોઈ અમારી પાસે ન હતું. ક્આયારેક કોઈ ગામના મેદાનમાં તો ક્યારેક પંચાયત ઘર કે શાળામાં ઢોલ મહોત્સવ કરતાં હતા. વખતે અમારી જોડે અરણ્ય ધામ તૈયાર હતું. આ કારણે ભવ્ય આયોજન કરવામાં ખૂબ જ સરળતા રહી. આ આયોજનમાં અનેક આગેવાનો, મુખી અને પોલીસ પટેલ હાજર રહ્યાં હતા. એ પૈકીના કેટલાક આગેવાનો અને સહયોગીઓએ એમના અભિપ્રાય આપ્યા હતા.
રામાભાઈ માણસા
પૂર્વ સરપંચ અને સમાજના અગ્રણી
અહીના રહેવાસી અને આગેવાન એટલે રામાભાઈ માણસા. અરણ્આય ધામમાં ઢોલ મહોત્સવ:૨૦૨૪મા તેઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એમના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં કેટલાક લે ભાગુ લોકો અગાઉ
આવી ગયા. સામાજિક, આર્થિક અને અન્ય પ્રકારે શોષણ અને સમાજને ન શોભે એવા કામ કરતા હોવાનું સામે આવ્યું. એની સામે છેલ્લા એક દાયકાથી અમારા
સમાજના બાળકો માટે ડૉ.ભાવેશ પંડ્યા અમારી સાથે જોડાઈને કામ કરે છે.
એમને અમે
શિક્ષણ અને સમાજના વિકાસ માટે સહયોગ આપી રહ્યા છીએ. અમારા સમાજના તમામ આગેવાનો આજે
અહીં ઉપસ્થિત રહ્યા છે. અરણ્ય ધામના વિકાસ માટે અમે કાયમી સહયોગ કરતાં રહીશું.
સમાજના પોલીસ પટેલ
આદિવાસી સમાજના અગ્રણીઓ
આદિવાસી સમાજની એક ખાસિયત છે. નાના મોટા દરેક કામ માટે સ્થાનિક પોલીસ પટેલનું મહત્વ ખૂબ જ છે. આગેવાનોના જણાવ્યા મુજબ એમના બાળકો અહીં આવે, રહે અને ભણે એ માટે અરણ્ય ધામ ખૂબ કામ
કરે છે. વ્આયક્જેતિગત અને ડુંગરે ડુંગરે લોક સંપર્ક કરી આ માટે બાળકોને સમજાવવામાં આવે છે. અમારા વિસ્તારના લોકોને જંગલમાંથી લવાતી વસ્તુના પૂરા પૈસા મળે છે. બાળકોને ભણવા માટે અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોને રહેવા, જમવા, રમવા અને શિક્ષણ મેળવવા માટે અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ધો મહોત્આસવમાં આસપાસના બધા જ પટેલને બોલાવવામાં અને તેમનું સન્વોમાન કરવામાં આવે છે. ગાંજીના પટેલ કહે છે કે, ' અમારા ઢોલ વગાડવાના રીવાઝ માટે આટલો મોટો કાર્યક્રમ થયો.' વાત વધારતા એમણે જણાવ્યું કે અમે ડોકટર
સાહેબ (ડૉ. ભાવેશ પંડ્યા) અને ભાઈ ( ડૉ. જીગર જોષી) એમ બંનેને ઓળખીએ છીએ. અમારા બાળકો વધારેમાં વધારે સંખ્યામાં અહીં આવશે અને ભણશે એ માટે અમે સહમતી આપીએ છીએ. અહીં બાળકો એક થી બાર ધોરણના રહી શકે એવી વ્યવસ્થા છે. સંકુલમાં લગભગ સાહીઠ જેટલા બંકબેડ ની જરૂરીયાત છે. એ પૈકી ત્રીસ જેટલા બંકબેડનું દાન સ્થાનિક આગેવાનો ધ્વારા કરવામાં આવ્યું છે. બાકીના આર્થિક સહયોગ માટે અમે પ્રયત્ન કરીએ છીએ.



ઉતમ કાર્ય, ગ્રામ્ય સમાજના ખેડૂતો અને ગિરિ કંદરાઓ માં વસતા આપડા વનવાસી બંધુઓ ખરેખર આપડા રાષ્ટ્રના પાયાના આધાર છે.
ReplyDelete