આ સંકુલમાં ગત વર્ષે ત્રીસ બાળકો અભ્યાસ કરતાં હતાં. એમના નિવાસ અને ભીજનની જવાબદારી અરણ્ય ધામ ધ્વારા નિભાવવામાં આવે છે. અત્યારે અરણ્ય ધામમાં બસો જેટલા બાળકો રહેવા આવશે એવો એક અંદાજ છે. આ માટે જરૂરી છે એમના માટે બેડની વ્યવસ્થા. હોસ્ટેલમાં બંક બેડ એક માત્ર વિકલ્પ છે. અહીં ત્રણ માળના લગભગ ત્રીસથી ચાલીસ બેડની જરૂર છે. આ પ્રકારનો એક બેડ બનાવવામાં લગભગ 24700 રૂપિયાનો ખર્ચ થાય છે.
ચોક્કસ માપ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ રોકાઈ શકે એ માટે અહીં સ્થળ ઉપર જ આ બેડ બનાવવા જરૂરી છે. આમ ન કરવાથી ખર્ચ વધે અને બાળકો ઓછા સમાવી શકાય. આ કારણે સ્થાનિક આગેવાનો અને કારીગરોની મદદ્દથી આ કામ પૂરું કરવા વિચારી રહ્યા છીએ. આ માટે એક જ દાતા દાન આપે એ સંજોગોમાં આ બંક બેડ માટે લગભગ નવ થી દસ લાખ રૂપિયાનો ખર્ચ થાય. ચોવીસ હજાર સાતસો રૂપિયામાં છ બાય ત્રણની જગ્યામાં ત્રણ બાળકો માટે વ્યવસ્થા થઇ શકે.આ માટે તૈયાર નકશાને આધારે નીચે મુજબના માપ તૈયાર કરી શકાય.
બાજુમાં આ બંક બેડનો નકશો આપેલ છે. ત્રણ બાળકો માટેની આ વ્યવસ્થા માટે ઉપરના ચિત્રને આધારે બેડની નીચે જ બાળકો માટે લોકર હોય તે અંગે વિચારેલ છે. આ માટેનો ખર્ચ અલગ અલગ છે.
આ ખર્ચને લહોંચી વળવા માટે અને દાતાઓ સાથે આ નાગે વ્યવહાર કરવામાં અમે એક નાની અમથી યોજના તૈયાર કરી છે. આ યોજના અંતર્ગત ઓછામાં ઓછા એક બંક બેડના દાન સાથે માત્ર એક બાળક માટેની વ્યવસ્થા માટે પણ દાનની વ્યવસ્થા કરવા કટિબદ્ધ છીએ.
એક દાતા એમણે અનુકૂળ રકમનો સહયોગ અરણ્ય ધામ ને કરી શકે છે. આ દાનનો ઉપયોગ માત્ર બંક બેડ બનાવવા માટે જ વાપરવામાં આવશે. અરણ્ય ધામ છાત્રાલય માં જમવા માટે થાળી, વાટકી કે એવી બસો બાળકો માટેની પ્રાથમિક વ્યવસ્થા તૈયાર છે. અત્યારે બંક બેડ અને થાળીઓ મુકવા માટે સ્ટેન્ડનું આયોજન પ્રારંભિક રીતે અગ્રતામાં છે.
સહયોગ માટે:
ચાલીસ બંક બેડ માટે: 988000
દસ બંક બેડ માટે: 247000
એક બેડની વ્યવસ્થા માટે: 24700
ત્રણ બેડના બંક બેડ માટે: 8234
.jpeg)



No comments:
Post a Comment