આદિવાસી વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના શૈક્ષણિક
સાહિત્ય વગર એટલે કે છાપાની પસ્તિથી આ વિસ્તારના લોકોને વાંચવા માટેનું સરળતાથી
શીખવવામાં આવે છે. વાંચવા માટે પ્રેરણા મળે એ માટે પુસ્તકો પહોંચાડવા, પરત મેળવવા, વાંચતા કરવા એમને નાની નાની સચિત્ર
વાર્તાની ચોપડીઓ આપવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. જેમને વાંચતા નથી આવડતું એમના
માટે અભ્યાસક્રમ નહીં પરંતુ એમની સાથેના
સંપર્ક અને વાતચીત થકી છાપાં ની પસ્તીથી આ વાચન શીખવવાનું કામ થાય છે. હજુ વધુ આ
કામ અસરકારક રીતે આગળ ધપાવી રહ્યા છીએ. આસપાસના ડુંગરમાં રહેતા બાળકોની શક્તિ રોજ
શાળાએ આવવા અને પરત ઘરે પહોંચવામાં વપરાય છે ત્યારે અહીં સો વિદ્યાર્થીઓ ની
સુવિધાનું સંકુલ જીવંત રાખવા અરણ્ય ધામ કાર્યરત છે. ધોરણ: એક થી બારમા અભ્યાસ કરતા
બાળકો માટે શાંતા બા છાત્રાલયની અહીં સુવિધા છે. અહીં રહેતા વિદ્યાર્થીઓ અને એમના
માવતર દ્વારા જંગલની પેદાશો સંકુલમાં આપી તેની સામે તેઓને આર્થિક સહાય ચુકવવામાં
આવે છે.
જંગલી પેશશામાંથી થયેલ આવક અને સંકુલની ખેતીમાં થયેલ ઉત્પાદન થકી આ બાળકો
શિક્ષણ મેળવી રહ્યાં છે. શાકભાજી અને અન્ય ફળના વૃક્ષો થકી અહીં આવક મેળવવામાં આવે
છે. આમ છતાં ક્યાંક કચાશ હોય તો સ્થાનિકો અને અન્ય દાતાઓ દ્વારા સખાવત થાય છે અને
અહીં વધુમાં વધુ બાળકો અભ્યાસ કરે એ માટે સ્થાનિક આગેવાનો જ પ્રચાર પ્રસાર કરે છે.
આમ આસપાસની પંદર ટેકરીઓ ઉપર રહેતા માવતરને વાંચતા લખતા કરવાનું કામ કરવામાં આવે
છે. જંગલમાં રહેતા માતાપિતાના બાળકો જંગલમાંથી રોજ શાળાએ પહોંચી ન શકે. આવતા જતા
ચિંતા હોય. પરંતુ છેવાડાના ગામ સુધી પ્રાથમિક શાળાઓ અહીં છે ત્યારે જંગલ નું બાળક
અહીં રોકાય અને એનું શિક્ષણ ચાલુ રહે. સંકુલની આસપાસની સરકારી શાળાઓમાં આ બાળકો
અભ્યાસ કરે છે. જેમના અભ્યાસની અહીં નજીક વ્યવસ્થા નથી એવા યુવાનો અને યુવતીઓ ઘરે
બેઠા કોલેજ કે અન્ય અભ્યાસક્રમ અહીં રહી પૂર્ણ કરી શકે એ રીતે વ્યવસ્થા અરણ્ય ધામ
દ્વારા કરવામાં આવેલ છે. આસપાસની મહિલાઓને અગરબત્તી, ધૂપસળી,કેસુડો અને તેનાથી બનતી સામગ્રી માટે
નાના નાના જૂથ થકી મહિલાઓને સ્વ નિર્ભર કરવાનું કામ ચાલી રહ્યું છે .હજુ અમારી
સાથે જોડાયેલ બાળકોની સંખ્યા આ જૂનમાં વધી શકે એ માટે અમે વિશેષ સંપર્ક અભિયાન અને
અનેક આયોજન કરીએ છીએ.

.jpeg)
No comments:
Post a Comment