Saturday, May 4, 2024

અરણ્ય ધામમાં આપનું યોગદાન...

 

શિવમ શૈક્ષણિક અને માનવ કલ્યાણ વિકાસ ટ્રસ્ટ પાલનપુર દ્વારા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉપલા ઘોડા ખાતે આદિવાસી સમાજના બાળકોના નિવાસ, ભોજન, શિક્ષણ અને સંવર્ધન માટે અમો કાર્યરત છીએ. વર્ષ: 2023 માં આ સંકુલ બાંધવા માટે જમીનની જરૂર પડી. ઉપલાઘોડા સ્થિત સ્વ.મનાભાઇ ચૌહાણ પરિવાર તરફથી લગભગ પાંચ વિગા જમીન દાનમાં મળી. આ પછી ઉપરના બાંધકામ માટે અમદાવાદ સ્થિત પાલડીના હેમંતભાઈ કડિયા ના સહયોગ અને પ્રયત્નોથી સ્વ. અમૃતભાઈ પી.પટેલ પરિવાર  અને  સ્વ.લીલાબેન ચી.પટેલ પરિવાર દ્વારા જમીન અને જરૂરી બાંધકામ માટે સહયોગ મળ્યો છે. 

છેલ્લા સમયમાં અમારા પ્રયત્નો અને વાલીઓ સાથે જોડાઈને થયેલ કામ અને પરસ્પર  શ્વાસની સફળ ખેતીને કારણે આ વર્ષે આ સંકુલમાં જૂન:2024 થી લગભગ બસો જેટલા આદિવાસી કુમારો અરણ્ય ધામ ખાતે નિવાસ કરી શિક્ષણ અને કૌશલ્ય આધારિત કાર્યોમાં જોડાશે. આગળ વધશે. આ માટે સ્થાનિક અગ્રણીઓને સાથે રાખી એક કાર્યકારી સમિતિની રચના કરવામાં આવી છે.આ સમિતિ દ્વારા જ બાળકોને શિક્ષણમાં આડાશ ઊભી ન થાય એવા આશય સાથે અરણ્ય ધામમાં જ રહેવા,જમવા અને આગળ વધવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

નીચે દર્શાવેલ બાબતો કે કોઈ એક બાબત માટે આપ સહયોગ કરી શકો તો અમને ખૂબ મોટો સહકાર મળશે.


અંદાજિત ખર્ચ :- પાંચ લાખ.

સહયોગની વિગત :- કૂવો ઘડવો. 

કારણ:

અહીં સંકુલમાં બે બોર બનાવવામાં આવ્યા છે. જે પૈકી એક બોરમાં પાણી ખારું થઈ ગયું. એ બોરમાંથી માત્ર ત્રીસ મિનિટ સુધી જ  બોર પાણી આપે છે.  બીજો બોર બનાવ્યો જેમાં અત્યારે માત્ર વીસ મિનિટ બોર ચાલુ રહી શકે છે. જ્યાં પાણી સતત આવી શકતું નથી. આ સંકુલમાં ડુંગરની તળેટીમાં કૂવો બનાવવામાં આવે તો મીઠું પાણી કાયમ માટે મળી શકે. અત્યારે સંકુલમાં બે બોર છે.બંને બોર ચાલુ છે. ભૌગોલિક પરિસ્થિતિને કારણે અહીં ટેકરી ઉપર બોરમાં પાણી રહેતું નથી. નિયમિત નથી અને આવે તોય ઓછું આવે છે. આસપાસના લોકો અને પાણી કળા ના જણાવ્યા મુજબ અહી કૂવો કરવામાં આવે તો મીઠું પાણી આવે અને પાણીનો પ્રશ્ન ઉકેલી શકાય.

આપાનો સહયોગ કેટલાય વિદ્યાર્થીઓને જીવવામાં સરળતા કરી આપશે.

સહયોગ માટે:






શુભ મસ્તુ



 


No comments:

Post a Comment

ગમતા ગણપતિ

 ગમતી નિશાળ અને અરણ્ય ધામ.  આ વખતે પણ બંને સંકુલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી. ગમતી નિશાળના સહયોગી કુ. રોશની જોશી ધ્વારા ' ગમતા ગણેશજ...