તાલુકાના ઉપલા ઘોડા ખાતે આદિવાસી સમાજના બાળકોના નિવાસ, ભોજન, શિક્ષણ અને સંવર્ધન માટે અમો કાર્યરત છીએ. વર્ષ: 2023 માં આ સંકુલ બાંધવા માટે સ્વ.મનાભાઇ ચૌહાણ પરિવારસાથોસાથ,સ્વ.અમૃતભાઈપી.પટેલ અને સ્વ.લીલાબેન ચી.પટેલપરિવાર દ્વારા જમીન અને બાંધકામ માટે સહયોગ મળ્યો છે.
છેલ્લા દસ મહિનામાં અમારા થકી થયેલ પ્રયત્નો અને વાલીઓ સાથે જોડાઈને થયેલ કામ અને વિશ્વાસની સફળ ખેતીને કારણે આ વર્ષે આ સંકુલમાં જૂન:2024 થી લગભગ બસો જેટલા આદિવાસી કુમારો અરણ્ય ધામ ખાતે નિવાસ કરી શિક્ષણ અને કૌશલ્ય આધારિત કાર્યોમાં જોડાશે. આગળ વધશે. આ માટે સ્થાનિક અગ્રણીઓ દ્વારા એક કાર્યકારી સમિતિની રચના કરવામાં આવી છે.આ સમિતિ દ્વારા જ બાળકોને શિક્ષણમાં આડાશ ઊભી ન થાય એવા આશય સાથે અરણ્ય ધામમાં જ રહેવા,જમવા અને આગળ વધવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વખતે પૂર્ણ ન થયેલું આ કામ અમો આ વર્ષે જૂન:2024 થી શરૂ કરી રહ્યા છીએ. જેમાં નીચે દર્શાવેલ બાબતો કે કોઈ એક બાબત માટે આપ સહયોગ કરી શકો તો અમને ખૂબ મોટો સહકાર મળશે.
અરણ્ય ધામ માટે એમબ્યુલન્સ.
(મોટા ટાયર ધરાવતું વાહન)
અંદાજિત ખર્ચ: મારી જાણમાં નથી.
કારણ: અરણ્ય ધામના સંકુલનું અમો સંચાલન કરી રહ્યા છીએ. અગાઉ પરીખ ફાઉન્ડેશન, મુંબઈ દ્વારા આ વિસ્તાર માટે એમબ્યુલન્સ ફાળવવામાં આવી હતી. આ ફાઉન્ડેશન દ્વારા હવે બીજા વિસ્તારમાં સેવાકાર્ય
ચાલુ કર્યું છે. એમ્યુલન્સ અંગે અમને કશું જાણમાં નથી. અહીં વિકટતા એ બાબતે છે કે સરકાર શ્રી દ્વારા 108 ની વ્યવસ્થા સામે અહીં ડુંગરાળ વિસ્તારમાં સરકારશ્રી નું વાહન પહોંચી
ન શકે. ડુંગરા વિસ્તારમાં
મહિન્દ્રા કે એવી મોટા ટાયરની ગાડી જ પહોંચી શકે. આ કારણે અહીંના ડુંગરાઓ માટે અને દર્દીને જરૂર પડે
તો મારુતિની ઇકો ગાડીમાં એસેમ્બલ કરેલ એમબ્યુલન્સ ઉપયોગમાં આવે. આ ગાડી ડુંગરોમાં પહોંચે
અને સારવાર માટે અરણ્ય ધામ સુધી કે 108 ને નજીકમાં નજીક બોલાવી કે પહોંચાડી શકાય. અહીં મોટી એમ્યુલન્સ ઉપયોગી નથી. માત્ર ડુંગરો વચ્ચે ફરી શકે
અને ત્યાંથી દર્દી ને 108 સુધી ઝડપી પહોંચાડવા આ એક
માત્ર વાહનની તાતી જરૂરિયાત છે.


No comments:
Post a Comment