Wednesday, May 8, 2024

અરણ્ય ધામ: ઢોલ મહોત્સવ -૨૦૨૪

ઢોલ મહોત્સવ.આદિવાસી સમાજ માટે અનોખી સંસ્કૃતિ અને ઓળખ એટલે ઢોલ. હોળીનો તહેવાર અહીં ધામધૂમ થી ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજના વિવિધ વાધ્યો અને વ્યવહાર આગળ હોય છે. બનાસકાંઠા જીલ્લાના અરવલ્લીના ડુંગર વચ્ચે આવેલ અમારા સંકુલમાં અમે ઢોલ મહોત્સવનું આયોજન કરી રહ્યાં હતા. આ વખતે અમારું સંકુલ તૈયાર થતા સમાજના આગેવાનો જોડાયા. એમનો સહકાર લીધો, સહકાર અને સ્થાનિક રીતી રીવાજ મુજબનું આયોજન કર્યું.અત્યાર સુધીમાં ગમતી નિશાળ દ્વારા વિવિધ ગામમાં જઈ ઢોલ વગાડવા માટે અને આ આયોજન સમૂહમાં થાય એ માટે પ્રયત્નો થતા હતા. આ વખતે આ ઢોલ વગાડવાનું કે ઢોલ મહોત્છેસવનું આયોજન કરવાનું નક્કી કર્યું.

છેલ્લા  વર્ષ દરમિયાન બનાસકાંઠા અને અરવલ્લીના વિવિધ આદિવાસી સમાજના ગામમાં સામૂહિક ઢોલ વગાડવાનું આયોજન અમારા ધ્આવારા કરવામાં આવતું હતું.  કોરોના પછી આ સંકુલ તૈયાર થઈ જતાં ઢોલ મહોત્સવ:૨૦૨૪ અરણ્ય ધામ ખાતે ઉજવવામાં આવ્યો. આસપાસના અને છેક દાંતા અને એથીય આગળના આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો આ મહોત્સવમાં પહોંચી ગયાં હતાં.

આ વખતે આસપાસના ગામમાંથી લગભગ સાત જેટલા મુખી અને આગેવાનો સાથે પંદર કરતાં વધારે ગામના ઢોલ કલાકારોએ અહીં ઢોલ રમી પારંપરિક કળા સૌને દર્શાવી હતી. ડુંગરની તળેટીમાં આવેલ આ સ્થળના સફળ આયોજન પછી સંસ્થાએ ઢોલ મહોત્સવ:૨૦૨૫ પણ આ સંકુલમાં જ ઉજવવા અને તેમાં સો કરતા વધારે ઢોલ જોડાય એવું આયોજન કરવા આદિવાસી સમાજ પાસેથી સહમતી મેળવી છે.

આદિવાસી સમાજની આ પરમ્પરા ને આગળ વધારતા જવાના ભાગ રૂપે આવતાં વર્ષે વધુ ભવ્ય આયોજન કરવામાં આવશે. આ મુજબનું આયોજન કરીશું એની ખાતરી આપીએ છીએ. ઢોલ મહોત્સવમાં અગાઉથી જોડવા માટે સંપર્ક કરશો તો આપને માટે વિશેષ વ્યવસ્થા કરી શકાય.


No comments:

Post a Comment

ગમતા ગણપતિ

 ગમતી નિશાળ અને અરણ્ય ધામ.  આ વખતે પણ બંને સંકુલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી. ગમતી નિશાળના સહયોગી કુ. રોશની જોશી ધ્વારા ' ગમતા ગણેશજ...