એક એવું સંકુલ જ્યાં ખરેખર જરૂરીયાત ધરાવતા બાળકો આવે છે. એક એવું સંકુલ જ્યાં રહેનાર દરેક બાળક જો અહીં ન રહે તો રોજ એક થી ત્રણ કિલોમીટર ડુંગર ખેડીને આવવું પડે. આમ છતાં અહીં બાળકો નિયમિત રીતે ભણી શકે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં નિવાસ થાકી અભ્યાસ કરતાં બાળકો માટે કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી.અહીં રહેનાર દરેક બાળકો માટે એક આગવું અને અલાયદું વૃક્ષ છે. બાળકો રોજે રોજ આ ઝાડ ને કેળવવામાં મથામણ કરે છે. કોનું ઝાડ તંદુરસ્ત છે એ ચકાસવાના અનેક મુદ્દાઓ છે. અહીં રહેનાર બાળક પોતાની જરૂરીયાતનું બધું કામ જાતે કરે છે. આદિવાસી કુમારો જે અહીં અભ્યાસ કરે છે, એમની સંખ્યા સો કરતાં વધારે છે. તપોભૂમિ ખાતે સમાજની દીકરીઓ માટે આ જ રીતની વ્યવસ્થા છે. અને એટલે જ આ સંકુલ આ વિસ્તારમાં આગવી ઓળખ ધરાવવા સક્ષમ બન્યું છે.
અહી બંને સંકુલમાં રહેતાં વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં સફળતા મળી છે. જંગલના કાયદાઓને લીધે અહીં સોલાર પ્લેટથી વીજળીની વ્યવસ્થા કરવામાં આવી છે. આસપાસના લોકોને પણ આ મુજબની વ્યવસ્થા કરવા માટે તૈયાર કરવામાં સફળતા મળી છે. અત્યારે આવા ચાલીસ જેટલા પરિવારો સોલાર વીજળીનો ઉપયોગ કરે છે. હમણાં થોડા દિવસ પહેલા જ ખાટી સીતરા ખાતે વીજળીના થાંભલા ઉભા કરવા માટે સરકારે ખાસ પ્રયત્નો કરી આજે અહીં વીજળીની વ્યવસ્થા કરી છે. આદિવાસી સમાજના બાળકો આવતાં હોઈ અહીં દેશી રમતો રમાડવામાં આવે છે. ઓગસ્ટ:૨૦૨૪ થી અહીં અર્ચરી ટ્રેનીગ સેન્ટર ઉભું કરવા જી રહ્યા છીએ. અહીં શારીરિક રીતે સક્ષમ બને એ માટે ટ્રેકિંગ વે, કસરત માટેની થોડીક વ્યવસ્થા પણ ઉભી કરવામાં સફળતા મળી છે. આશા રાખીએ કે આર્ચરી ક્લબ શરુ કર્યા પછી થોડાક જ વર્ષમાં અમારા બાળકો નેશનલ ગેમ્સ માટે પસંદ થશે. આ માટે અમે ધીરજ પૂર્વક આગળ વધી રહ્યા છીએ.
આપ પણ સહયોગ કરી શકો...
ગમતી નિશાળમાં સહયોગ એટલે...
- સંકલિત શિક્ષણ ને સહયોગ...
- દિવ્યાંગ બાળકોને સીધો લાભ ...
- આદિવાસી સમાજ સાથેનું જોડાણ ...
- બાળકોને શિક્ષણ માટે સુવિધાનો સંકલ્પ...
- આસપાસ કરતાં તદ્દન નોખી-અનોખી વ્યવસ્થા...
- સેવા, સદભાવ અને સમર્પણ માટેની અનોખી નિશાળ..
- સમગ્ર ગુજરાતમાં આગવી અઓલ્ખ ધરાવતું નવતર સંકુલ...
- આદિવાસી સમાજના બાળકો માટે આશીર્વાદ સમાન સંકુલ...
- એક ડગલું આગળના સિદ્ધાંત સાથે સર્વાંગી વિકાસ માટેનું આયોજન...


good sir
ReplyDeleteCongratulations for the innovative efforts 💐💐💐
ReplyDeleteExcellent 👌
ReplyDeleteઅદભૂત !!
ReplyDeleteઅનુપમ સેવા સૌજન્ય શિક્ષણ જગતના ઉર્ધ્વગમન હેતુ.
Very good.🌹🌹
ReplyDeleteExelent
ReplyDeleteGood job
ReplyDeleteGood 👍
ReplyDeleteNice... Excellent
ReplyDeleteBest Work And Great Think
ReplyDeleteExcellent
ReplyDeleteA great service to Humanity 👌👌
ReplyDeleteVery nice job sir
ReplyDeleteઅદ્ભુત અને આવા સેવા કાર્ય માટે ધન્યવાદ
ReplyDeleteVery nice step, sir ji. Please go ahead.
ReplyDeleteCarry on sir , If you need any help remotely, let me know
ReplyDeleteઆપનો આભાર. આપ મુલાકાત માટે પધારો
Deleteસેવાથૅી છો જ અને કાયમ માટે બની રહો તેવી શુભકામના
ReplyDeleteખરા અર્થ માં શિક્ષણસેવા નું કાર્ય. ખૂબ ખૂબ ધન્યવાદ.
ReplyDeleteઉત્તમ સેવા
ReplyDeleteપ્રભુ
ReplyDelete🙏
વાહ, ભાવેશ ભાઇ, ખુબ જ ઉતમ રાષ્ટ્ર નિર્માણ નું કાર્ય આપ કરી રહ્યા છો.
ReplyDelete