શિવમ શૈક્ષણિકઅને માનવ કલ્યાણ વિકાસ ટ્રસ્ટ પાલનપુર દ્વારા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉપલા ઘોડા ખાતે આદિવાસી સમાજના બાળકોના નિવાસ, ભોજન, શિક્ષણ અને સંવર્ધન માટે અમો કાર્યરત છીએ. વર્ષ: 2023 માં આ સંકુલ બાંધવા માટે સ્વ.મનાભાઇ ચૌહાણ પરિવાર ,સ્વ.અમૃતભાઈ પી.પટેલ પરિવાર અને સ્વ.લીલાબેન ચી.પટેલપરિવાર દ્વારા જમીન અને બાંધકામ માટે સહયોગ મળ્યો છે.
છેલ્લા દસ મહિનામાં અમારા
થકી થયેલ પ્રયત્નો અને વાલીઓ સાથે જોડાઈને થયેલ કામ અને વિશ્વાસની સફળ ખેતીને
કારણે આ વર્ષે આ સંકુલમાં જૂન:2024 થી લગભગ બસો જેટલા આદિવાસી કુમારો અરણ્ય ધામ ખાતે નિવાસ કરી શિક્ષણ
અને કૌશલ્ય આધારિત કાર્યોમાં જોડાશે. આગળ વધશે. આ માટે સ્થાનિક અગ્રણીઓ દ્વારા એક કાર્યકારી સમિતિની રચના કરવામાં
આવી છે.આ સમિતિ દ્વારા જ બાળકોને શિક્ષણમાં આડાશ ઊભી ન
થાય એવા આશય સાથે અરણ્ય ધામમાં જ રહેવા,જમવા અને આગળ વધવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વખતે પૂર્ણ ન થયેલું આ કામ અમો આ વર્ષે જૂન:2024 થી શરૂ કરી રહ્યા છીએ. જેમાં નીચે દર્શાવેલ બાબતો
કે કોઈ એક બાબત માટે આપ સહયોગ કરી શકો તો અમને ખૂબ મોટો સહકાર મળશે.
અંદાજિત ખર્ચ: ત્રણ લાખ રૂપિયા
કારણ: અરણ્ય ધામનું શાંતા બા છાત્રાલય અંગ્રેજીના C આકારનું છે.વચ્ચેના ભાગમાં લગભગ નવસો ફૂટ જગ્યામાં શેડ બનાવવાથી ચોમાસાના વરસાદમાં કે ઉનાળાના તળકામાં ખૂબ મોટી રાહત થઈ જાય. આમ કરવાથી શિયાળામાં પણ બાળકો ને રાહત થાય. છાંયડા વાળો વિસ્તાર સંકુલમાં વધી જાય. જેથી સમૂહ પ્રાર્થના અને એવી સમૂહ બેઠકો લેવા સ્થળ નિયત થઇ શકે.
આપનો સહયોગ કેટલાય વિદ્યાર્થીઓને જીવવામાં સરળતા કરી આપશે.
સહયોગ માટે:
.jpeg)


વાહ! સર આપના વિચાર મે મારું સમર્થન છે.આદિવાસી સમાજના બાળકો માટેનાં શિક્ષણ માટે ચિંતા સેવવી એના થી મોટી માનવતા બીજી શું હોઈ શકે? મારા થકી બનતી મદદ માટે હું આપના સુધી પહોંચીશ.
ReplyDeleteખૂબ ખૂબ અભિનંદન સાહેબ...છેવાડા ના બાળકોના ઘડતર માટે આપશ્રી ઉત્તમ પ્રયાસ કરી રહ્યા છો... સંગીત ના પ્રોગ્રામ.. ડાયરા નું આયોજન કરો.. અમારા થી બનતી સેવા આપીશું 👍🙏ૐ બાળ દેવો ભવઃ 🙏
ReplyDelete